પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે મોદીની નેતન્યાહુ સાથે વાતચીત

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે મોદીની નેતન્યાહુ સાથે વાતચીત

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે મોદીની નેતન્યાહુ સાથે વાતચીત

Blog Article

હમાસ, હિઝબુલ્લા, હૂથી પર ઇઝરાયેલના હુમલાથી મધ્યપૂર્વમાં તણાવમાં વધારો થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ ખુદ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

મોદીએ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અંગે તેમની ચિંતા વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું કે “આપણી દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આપણી દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. પ્રાદેશિક તણાવને હળવો કરવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટેના પ્રયાસોને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.

તાજેતરમાં જ ઈઝરાયેલે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહને મોતને ઘાટ ઉતાર્યો હતો. તેનાથી મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શનો ચાલુ થયા છે. દરમિયાન, ઇઝરાયેલ લેબનોનમાં મર્યાદિત ગ્રાઉન્ડ ઓપરેશનનું આયોજન કરી રહ્યું છે.

Report this page